News

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે AAP એ જાહેર કરી પ્રથમ ઉમેદવારોની યાદી,જુઓ

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં, ડૉ. રાજન સુશાંતને ફતેહપુર વિધાનસભાથી, ઉમાકાંત ડોગરાને નગરોટાથી, સુદર્શન જસપાને લાહૌલ-સ્પીતિથી અને મનીષ ઠાકુરને પાઓંટા સાહિબથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

68 સભ્યોની હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાય તેવી શક્યતા છે. હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર છે જે છેલ્લા કેટલાક મહિનાઓથી સતત જનતાના સંપર્કમાં છે.

રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2017માં ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. ભાજપે 68માંથી 44 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 24 બેઠકો આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *