News

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી, આગામી ત્રણ દિવસ ભારે વરસાદ

સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. જો કે છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાતા વરસાદની આશા જાગી છે. ત્યારે હવામાન વિભાગે નવું અપડેટ આપ્યું છે.

હવામાન વિભાગે આગામી 30 તારીખ સુધી રાજ્યમા હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં તોફાની પવન ફૂંકાતા દરિયો ગાંડોતૂર બન્યો છે. ઉપરાંત માછીમારોને આગામી બે દિવસ સુધી દરીયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં પલટો આવતા સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો છે. ત્યારે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વાતાવરણમાં પલટો આવતાં વરસાદની રાહ જોવાઇ રહી છે. ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણનો મિજાજ બદલાતા દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે અને મોડી રાત્રે હળવા છાંટા પડ્યા હતા.

આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

15 Replies to “અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી, આગામી ત્રણ દિવસ ભારે વરસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *