News

NHAI ની ઓફિસ પર CBI ની રેડ,લાંચ લેતા બે કર્મચારીઓની ધરપકડ,60 લાખ રોકડા રૂપિયા મળ્યા,જુઓ

પટનામાં મોટી કાર્યવાહી કરતા કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ શુક્રવારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ઓફિસ પર દરોડા પાડ્યા. અહીંથી NHAIના ચીફ જનરલ મેનેજર (CGM), સદર આલમ રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. આ લાંચકાંડમાં સીજીએમની સાથે બે સ્ટાફ પણ સંડોવાયેલ છે.

જણાવી કે NHAI ની પટનામાં ઝોનલ ઓફિસ છે. સદર આલમ અહીં CGM તરીકે પોસ્ટેડ છે. સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો ત્યારે સદર આલમ નાશિકની એક કંપનીના લોકો પાસેથી લાંચ લેતો હતો. CBIની આ કાર્યવાહીથી NHAIના અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

CBI સૂત્રોના જણાવ્યા અનુસાર NHAIની પટના ઓફિસમાં તૈનાત CGM અને DGM વિશે સતત ફરિયાદો મળી રહી હતી. આ લોકો ટેન્ડર બિલ પાસ કરાવવાના નામે ગેરકાયદે ઉઘરાણી કરતા હતા. દરમિયાન નાસિક સ્થિત એક કંપનીએ સીબીઆઈને ફરિયાદ કરી હતી. આ બંને અધિકારીઓ વિશે જણાવ્યું કે તેઓ બિલ પાસ કરાવવાના નામે લાંચ માંગી રહ્યા છે. આ પછી જ સંપૂર્ણ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આજે દરોડા પાડવામાં આવ્યા હતા.

સીજીએમને લાંચ લેતા ઝડપ્યા બાદ સીબીઆઈની ટીમે લાંચ લેવાના કૌભાંડમાં સંડોવાયેલા લોકોના સીજીએમ અને 8 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBI દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 60 લાખ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે.

89 Replies to “NHAI ની ઓફિસ પર CBI ની રેડ,લાંચ લેતા બે કર્મચારીઓની ધરપકડ,60 લાખ રોકડા રૂપિયા મળ્યા,જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *