Uncategorized

ગુજરાતના પાડોશી રાજ્યોમાં લોકડાઉન થતા સીએમ રૂપાણીએ પણ લીધો મોટો નિર્ણય, જાણો

દેશમાં કોરોનાનો કહેર હજી યથાવત છે ત્યારે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસ ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ વધતાં ઘણા રાજ્યોએ લોકડાઉન લગાવ્યા છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ લોકડાઉન છે. જના કારણે આ રાજ્યોમાં જતી એસ.ટી.બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતની પડોશી રાજ્યમાં લોકડાઉનના પગલે એસટી સેવાને અસર પહોંચી છે. પેસેન્જર ન મળતા અને ત્રણ રાજ્યોમાં લોકડાઉન હોવાથી રુટ બંધ કરવામાં આવ્યા છે. લોકડાઉનના પગલે આ ત્રણ રાજ્યોમાંથી તેમની સરકારી બસો પણ ગુજરાત નથી આવતી.

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૧૧,૦૮૪ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૨૧ ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬,૮૧,૦૧૨ છે જ્યારે કુલ મરણાંક ૮,૩૯૪ છે. રાજ્યમાં હાલ ૧,૩૯,૬૧૪ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૬ દર્દી વેન્ટિલેટર પર છે.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,27,556 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,14,079 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

7 Replies to “ગુજરાતના પાડોશી રાજ્યોમાં લોકડાઉન થતા સીએમ રૂપાણીએ પણ લીધો મોટો નિર્ણય, જાણો

  1. 207202 743315Im not sure why but this weblog is loading incredibly slow for me. Is anyone else having this issue or is it a difficulty on my end? Ill check back later and see if the dilemma still exists. 836258

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *