Uncategorized

CR પાટીલ ફરીથી વિવાદ માં ફસાયા ,કરી આવડી મોટી ભૂલ હવે કોને કહેવા જાવું

પાટીલે જણાવ્યું હતું કે, આપણા કોરોના યોદ્ધાઓની મદદથી ભારત દ્વારા હાલ કોવિડના વિવિધ રોગચાળા સામે યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે. દુનિયામાં રસીકરણનું સૌથી વ્યાપક અભિયાન આપણા દેશમાં હાથ ધરવામાં આવેલું છે. ભારતે રસીકરણની જે વ્યૂહરચના ચપનાવી છે તે વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ પૈકી એક છે આપણે જાન્યુઆરી મહિનાથી જ

રસીકરણનો પ્રારંભ કરી દીધો હતો અને સુનિશ્ચિત કર્યું હતું કે કોરોના ચોદ્ધાઓને સૌથી પહેલા રસી મળે. તેને કારણે કોરોના રોગચાળાના બીજા તબક્કાનો સારી રીતે મુકાબલો કરવામાં આપણને મદદ મળી. ભારતમાં યુવાનોને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જ્યારે પશ્ચિમના ઘણા દેશોએ હજુ તેમની યુવા પેઢીને રસી આપવાનું શરૂ પણ નથી કર્યું એ તમે સારી રીતે જાણતા રહ્યો તેની મને ખાતરી છે

જો કે આ પ્રેસ કોન્ફરન્સ પાટીલે માસ્ક વિના જ સંબોધી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા માસ્ક ઉતારી દીધું હતું. સામાન્ય લોકોને માસ્કનો રૂ.1000નો દંડ ફટકારતું તંત્ર શું સી.આર.પાટીલને માસ્કનો દંડ ફટકારશે?

પાટીલે વધુમાં જણાવ્યું કે, 2020માં રોગચાળો ફેલાયો ત્યારથી તેનો મુકાબલો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના તમામ વિભાગ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છે. તબીબી સુવિધાઓ વધારવાની બાબતને પ્રાથમિકતા આપવામાં ખાવી રહી છે અને એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે,

કોરોનાનો ભોગ બનેલા લોકોને પૂરતી સારવાર સુવિધા મળે કોવિડને નાથવા માટે પૂરતી દવાઓ તેમજ અન્ય તમામ જરૂરી સામગ્રી સૌને ઉપલબ્ધ થાય એ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. 2020માં આઠ મહિના સુધી ભારત સરકારે પણ કરોડ ભારતીયોને નિઃશુલ્ક રાશન પૂરું પાડ્યું હતું, એ જ કામગીરી હજુ પણ ચાલુ જ છે.

6,999 Replies to “CR પાટીલ ફરીથી વિવાદ માં ફસાયા ,કરી આવડી મોટી ભૂલ હવે કોને કહેવા જાવું