News

કાળઝાળ ગરમીના કારણે આ જગ્યાએ મૃત્યુ, અહીં પારો 49 ડિગ્રી, આ વિસ્તારમાં પૂરનો પ્રકોપ

સામાન્ય માણસ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ હવામાનને લઈને ખૂબ જ ચિંતિત છે. આ વર્ષે માર્ચ મહિનામાં લોકોને જૂનની ગરમીનો સામનો કરવો પડે છે, જ્યારે આ વખતે કેરળમાં ચોમાસું સમય પહેલા દસ્તક આપવા જઈ રહ્યું છે. એટલું જ નહીં બે દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં પારો 49 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

ઉત્તર ભારતના ઘણા રાજ્યો ગરમીની લપેટમાં છે, જ્યારે આસામ હાલમાં પૂરની ઝપેટમાં છે. હવામાનની આ અસ્પષ્ટતાએ હવામાનશાસ્ત્રીઓની સમસ્યાઓ પર ભાર મૂક્યો છે. ગરમીથી થતા મૃત્યુમાં વધારો થયો છે.

કેનેડા સ્થિત સંસ્થા ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરે હીટવેવ અને તેની આડ અસરો પર એક રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2006થી ભારતમાં હીટવેવના કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે.

વર્ષ 2014 અને 2017 વચ્ચે આ ત્રણ વર્ષમાં હીટવેવને કારણે મૃત્યુ પામનારની સંખ્યા 4000થી વધુ થઈ ગઈ છે. જે વિચારવાનો વિષય છે. વાતાવરણમાં બદલાવના કારણે લોકોના આરોગ્ય પર સીધી અસર થઈ રહી છે.

આસામમાં પૂરનો પ્રકોપ: ઉત્તર ભારતમાં વધતી ગરમી વચ્ચે, આસામમાં અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે આસામના 20 જિલ્લાઓમાં લગભગ 2 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

આસામના ન્યૂ હાફલોંગ રેલવે સ્ટેશનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે ત્યાં ઉભેલી ટ્રેનની બોગી પલટી જાય છે.

4 Replies to “કાળઝાળ ગરમીના કારણે આ જગ્યાએ મૃત્યુ, અહીં પારો 49 ડિગ્રી, આ વિસ્તારમાં પૂરનો પ્રકોપ

  1. Çin idrar yolu enfeksiyonu İYE testi idrar şeritleri, Yüksek Kaliteli
    Toptancılı, Önde gelen idrar yolu enfeksiyonu İYE testi
    idrar şeritleri Üreticileri ve Tedarikçileriyle satışa hazır idrar yolu
    enfeksiyonu İYE testi idrar şeritleri Fabrika ve İhracatçıları idrar yolu enfeksiyonu İYE
    testi idrar şeritleri ‘ı buluyor.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *