Viral video

મહિલા સૈનિકે યુનિફોર્મ પહેરીને આ ગીત પર બનાવ્યો વીડિયો!,વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવી,જુઓ વીડિયો

ઈન્ટરનેટ પર વિડીયો જોતી વખતે, તમે ઘણા એવા લોકોને જોયા જ હશે જેઓ ફક્ત તેમના બેકગ્રાઉન્ડમાં સંગીત કે સંવાદો વગાડીને લિપ-સિંકિંગ કરે છે. આજકાલ તે એક ટ્રેન્ડ બની ગયો છે અને દરેક વ્યક્તિ આ ટ્રેન્ડને અનુસરવાની તક શોધે છે. આવી સ્થિતિમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પણ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેની ફરિયાદ કરવામાં આવી હતી.

વીડિયોમાં દેખાતી મહિલા કોન્સ્ટેબલ નીરજા ફિલ્મના ગીત ‘ઐસા ક્યૂં મા’ પર એક્ટિંગ કરતી જોવા મળે છે. તેણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો છે. આવા કેટલાક વધુ કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં યુનિફોર્મમાં પોલીસકર્મીઓ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

આ વીડિયો ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ SSPએ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા એક સપ્તાહમાં આ બીજું સસ્પેન્શન છે. માત્ર થોડીક સેકન્ડના આ વીડિયોના વાયરલ થવાને કારણે મહિલા કોન્સ્ટેબલને તેની કિંમત ચૂકવવી પડી હતી. આનાથી એક બોધપાઠ મળે છે કે જો સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવધાની સાથે ન કરવામાં આવે તો તે તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યા બાદ કેટલાક લોકોએ તેને ટ્વિટર પર રિટ્વીટ કરીને ફરિયાદ પણ કરી હતી. આ પછી એસએસપી હેમંત કુટિયાલે મામલાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્શન લેટર સોંપવામાં આવ્યો હતો.

4 Replies to “મહિલા સૈનિકે યુનિફોર્મ પહેરીને આ ગીત પર બનાવ્યો વીડિયો!,વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવી,જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *