Uncategorized

વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા નુક્શાનને ધ્યાનમાં રાખી મોદી સરકારે આપી મોટી ભેટ, જાણો

કેન્દ્ર સરકારે બુધવારે સાંજે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. સરકારે DAP ફર્ટિલાઈઝર પર સબસિડી 140% વધારી છે. એટલે કે હવે ખેડૂતોને એક બેગ દીઠ રૂપિયા 500ને બદલે રૂપિયા 1200 સબસિડી મળશે. તેનાથી ખેડૂતોએ ખાતરની બેગ માટે રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200 મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. PMએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર મળશે. કેન્દ્ર સરકાર આ માટે સબસિડી પર રૂપિયા 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે.

બેઠકમાં એ મુદ્દે ચર્ચા થઈ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની વધેલી કિંમતોને લીધે ખાતરની કિંમતોમાં વધારો થયો છે. વડા પ્રધાને એ મુદ્દે ભાર આપતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે સવારે જ ભાસ્કરના એક સમાચાર સાથે DAPની કિંમતોમાં વધારો થવા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે લખ્યું હતું કે કેન્દ્ર સરકારે શા માટે વધારો કર્યો?: GST અને પેટ્રોલ ડીઝલ ખાતરની કિંમત, મોદી મિત્રોની આવક, અન્નદાતા પર મહામારીમાં પણ અત્યાચાર
કેન્દ્ર સરકારે શા માટે ઘટાડો કર્યો?

અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ ખેડૂતોના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે. કેન્દ્ર સરકાર પ્રત્યેક વર્ષ રાસાયણીક ખાતરની સબસિડી પર આશરે રૂપિયા 80,000 કરોડ ખર્ચ કરે છે. DAPમાં સબસિડી વધારવા સાથે જ ખરીફ સિઝનમાં ભારત સરકાર 14,775 કરો વધારાનો ખર્ચ કરશે.

2,056 Replies to “વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલા નુક્શાનને ધ્યાનમાં રાખી મોદી સરકારે આપી મોટી ભેટ, જાણો