Uncategorized

કોરોના વધુ ઘાતક બનતા ગુજરાતના આ 3 શહેરોમાં લંબાવાયું લોકડાઉન, જાણો

કોરોનાની સ્થિતિ હજી થાળે ન પડતા, જે ગામડા અને શહેરોમાં સ્વંયભૂ લોકડાઉન રાખવામાં આવ્યું હતું, તેની મર્યાદા વધારી દેવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. વડાલી શહેરમાં 9 મે થી 16 મે સુધી સ્વયંભૂ બંધ લંબાવાયું છે. ફરીથી વડાલી શહેરમાં 7 દિવસનું સ્વયંભુ બંધ લંબાવવાનો નિર્ણય કરાયો છે. વડાલીના શહેરી વિસ્તારમાં ૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૫ કેસ નોંધાયા છે. બીજી તરફ સ્વંયભુ બંધનો ભંગ કરનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવશે.

તો બીજી તરફ, સાબરકાંઠાના તલોદ ગામમાં પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો છે. તલોદ સાત દિવસ માટે સ્વયંભુ બંધ રહેશે. 10 મે થી 16 મે સુધી તલોદ સ્વયંભુ બંધ રહેશે. મેડિકલની દુકાન ખુલ્લી રહેશે.

પંચમહાલના મોરવા હડફમાં વધુ એકવાર સ્વૈચ્છિક બંધની સમય મર્યાદા વધારવામાં આવી છે. આજથી 12 મે સુધી બજારો સંપૂર્ણ પણે બંધ રહેશે. વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ લોકલ ટ્રાન્સમીશન અટકાવવા આ નિર્ણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરના જાહેરનામા અંગે દુકાનો બંધ રાખવા માટે લાઉડ સ્પીકર દ્વારા સૌને જાણ કરવામાં આવી રહી છે.

66 Replies to “કોરોના વધુ ઘાતક બનતા ગુજરાતના આ 3 શહેરોમાં લંબાવાયું લોકડાઉન, જાણો

  1. Pingback: 1vastness
  2. 274835 366195cool thanks for reis posting! btw are there feeds to your blog? Id enjoy to add them to my reader 537663

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *