Uncategorized

સલામ છે આવા પોલીસ કર્મી ને, વૃદ્ધા ચાલી નોતી શકતી તો ખભે ઉપાડી ને આટલું બધું ચાલ્યા – કૉમેન્ટ માં આભાર કહીએ આવા પોલીસ ને

વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ થવાની હોય અસરગ્રસ્ત ગામડાઓમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોનું આજે સવારે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે પડધરીમાં નીચાણવાળા વિસ્તારમાં પોલીસ સાથે સ્થળાંતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ખાખીની માનવતાને મહેકી હતી. પોલીસ જવાને ચાલી ન શકતા મોટી ઉંમરના વૃદ્ધાને પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

આ દ્રશ્યો જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આજે સવારે પડધરી પોલીસના બે કર્મચારી જસમત માંકોલીયા અને સુભાષ ડાભી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતરણ કરી રહ્યાં હતા. ત્યારે એક પોલીસ જવાને મોટી ઉંમરના વૃદ્ધા ચાલી શકતા ન હોવાથી પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સાથે નાના બાળકો, પુરૂષો અને મહિલાઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

તાઉ-તે વાવાઝોડાની રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે રાજકોટ મહાનગરપાલિકાએ આવશ્યક પગલાંઓ લેવા માટે અગાઉથી જ પુરતી તૈયારી કરી રાખી હતી અને ભારે તોફાની પવનથી સર્જાતા અકસ્માતોની શક્યતા નિવારી શકાય તે માટે સંખ્યાબદ્ધ આવશ્યક પગલાંઓ લીધા હતાં. જેમાં વાવાઝોડાને પગલે મનપા દ્વારા 7 હજારથી વધુ સાઈન બોર્ડ અને બેનરો ઉતારી લેવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાંથી 1080 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

ચાર પોલીસ જવાને રસ્તા પર પડેલા બાવળના વૃક્ષને દૂર ખસેડ્યું ગોંડલ શિવરાજગઢ રોડ ઉપર વાવાઝોડામાં પડી ગયેલા બાવળના ઝાડ અને ઉડી આવેલા સાંઠીની ભારીઓ ચાર પોલીસ જવાને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. ગોંડલ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ વાળા, શક્તિસિંહ જાડેજા, રૈયાભાઈ ખીંટ અને સંજયભાઈ મકવાણા સહિતનાઓ શિવરાજગઢ ગામે સ્થળાંતરની કાર્યવાહી માટે જઈ રહ્યાં હતા. ત્યારે રોડ ઉપર વાવાઝોડાના કારણે પડી ગયેલા બાવળનું ઝાડ અને એક ટ્રેક્ટર ભરાય તેટલી સાંઠી નજરે ચડતા જાત મહેનત જીંદાબાદ કરી રોડ સાફ કરી ઉમદા ફરજ બજાવી હતી.

શાખા, ગાર્ડન શાખા, સહિત અન્ય તમામ સંબંધિત શાખાઓ અને તેનો તમામ સ્ટાફ મારફત તમામ વોર્ડમાં સતત રાઉન્ડ લેવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તથા અલગ અલગ સ્થળોએથી 210 કુટુંબના 1080 લોકોને શિફ્ટ કરાયા છે. આ શહેરીજનો માટે સ્થળ પર જ જમવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જેમાં સામાજિક સેવાકીય સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બપોરે 1080 લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

7 Replies to “સલામ છે આવા પોલીસ કર્મી ને, વૃદ્ધા ચાલી નોતી શકતી તો ખભે ઉપાડી ને આટલું બધું ચાલ્યા – કૉમેન્ટ માં આભાર કહીએ આવા પોલીસ ને

  1. 596112 53826Why didnt I consider this? I hear exactly what youre saying and Im so happy that I came across your weblog. You genuinely know what youre talking about, and you produced me feel like I really should learn a lot more about this. Thanks for this; Im officially a huge fan of your blog 441573

  2. 261213 925739if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 493839

  3. 124010 639857Overall, politicians are split on the concern of whether Twitter is more for business or personal use. The initial thing could be the fact which you can build up quite a large following of men and women. 401512

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *