Uncategorized

ગુજરાત પર કોરોના થોડોક ઘટ્યો ત્યાં આવી ગયું વવાઝોડાનું મોટું સંકટ, આ તારીખે દરિયાકિનારે ટકરાઈ શકે છે

હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગના મતે 14 મેના અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાઈ શકે. જે 15 મેના રોજ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.

ત્યારબાદ 16 મે ના તે વાવાઝોડાના રૂપમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે વાવાઝોડાની સાથે વરસાદ પણ વરસી શકે છે. જો કે, હાલ કોઈ પણ પ્રકારની ચિંતાની પરિસ્થિતિ નથી. તૌકતેનો અર્થ છે વધુ અવાજ કરતી ગરોળી. આ નામ મ્યાનમાર તરફથી અપાયું છે.

અરબી સમુદ્રમાં સર્જાનારું સંભવિત વાવાઝોડું કચ્છ જિલ્લામાં ત્રાટકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં કોસ્ટગાર્ડ સહિતની એંજસીઓ અત્યારથી જ સતર્ક બની છે અને દરિયામાં માછીમારી માટે ગયેલી બોટને કિનારે પરત ફરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. તટ રક્ષક દળના જવાનોએ દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયા કિનારે પહોંચી જવાનું જણાવ્યું છે. ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુન્દ્રા ખાતેના બે મોટા બંદર આવેલા છે. ત્યારે સાવધાની રાખવી અનિવાર્ય બની જાય છે.

11 Replies to “ગુજરાત પર કોરોના થોડોક ઘટ્યો ત્યાં આવી ગયું વવાઝોડાનું મોટું સંકટ, આ તારીખે દરિયાકિનારે ટકરાઈ શકે છે

  1. 80175 674070I believe this really is among the most vital information for me. And im glad reading your post. But wanna remark on couple of general issues, The web site style is perfect, the articles is really great : D. Very good job, cheers 212101

  2. 339285 350596This internet website may possibly be a walk-through for all of the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll surely discover it. 578953

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *