Uncategorized

ગુજરાત માં વાવાઝોડા ના અપડેટ : સૌરાષ્ટ્ર માં ભારે થી અતિ ભારે વરસાદ સાથે ત્રાટકશે વાવાઝોડું – આટલા જિલ્લા માં એલર્ટ

અરબી સમુદ્રમાં સર્જાયેલ તાઉ-તે સાઇક્લોને આજે વધુ વિનાશક રૂપ ધારણ કર્યું છે અને સાંજે હવામાન વિભાગે જારી કરેલી વિગત મૂજબ પ્રતિ કલાકે સીધી લીટીમાં 13 કિ.મી.ની ઝડપે અને કલાકના 125-135 કિ.મી.ની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે. આગામી બે દિવસ એટલે કે સોમ અને મંગળવાર સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર તરફ પહોંચવાની શક્યતાના આધારે સરકાર અને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જેમાં બે દિવસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા પાસેના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા
ભારે વિનાશક ચક્રવાત પોરબંદર અને નલિયા વચ્ચે દેવભુમિ દ્વારકા પાસેના દરિયામાંથી આવીને જમીન સાથે ટકરાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. સાયક્લોનની આજની દિશા મૂજબ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, નલિયા, ભૂજ વગેરે વિસ્તારોમાં વિનાશક પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને તારીખ 17 અને 18 મે એમ બે દિવસ આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. જમીન સાથે ટકરાયા પછી વાવાઝોડુ નબળું પડે તો પણ તેની અસર દૂર દૂર સુધી વ્યાપક રીતે થતી હોય છે અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પૂરી શક્યતા હોય છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની આગાહીના પગલે સરકાર દ્વારા NDRFની ટીમોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં મંત્રીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જેમાં મંત્રીઓ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી તમામ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અને સ્થળાંતરની જરૂરિયાત જણાય તો તે અને ફૂડ પેકેટ સહિતની તૈયારીઓ અંગે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

4 Replies to “ગુજરાત માં વાવાઝોડા ના અપડેટ : સૌરાષ્ટ્ર માં ભારે થી અતિ ભારે વરસાદ સાથે ત્રાટકશે વાવાઝોડું – આટલા જિલ્લા માં એલર્ટ

  1. 367750 228642For anybody who is interested in enviromentally friendly issues, may possibly surprise for you the crooks to keep in mind that and earn under a holder basically because kind dissolved acquire various liters to important oil to make. everyday deal livingsocial discount baltimore washington 436248

  2. 次に、成長が早いと言われるのが脇。. 髪の毛ほどの毛周期のサイクルではありませんが、。.
    そして時間がかかるのは手足やVラインなど。.
    成長期に伸びる長さは0.2ミリほどと言われて.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *