જિલ્લા વહીવટી તંત્રે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે તો મુખ્યમંત્રી આવાસે પણ બેઠકો ચાલી રહી છે. ત્યારે સુરતમાં મહા નગરપાલિકાએ શહેરમાં નુક્સાનકારક હોડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વાવઝોડાને લઈને સુરતના દરિયાકિનારાના ગામોને અલર્ટ કરાયા, કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવાનું સુચન, કારણ વગર ઘરની બહાર ન નીકળવાની સુચના, ડુમસ, સુવાલી અને દભારી સહિતના તમામ બીચ બંધ કરાયા,
દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, સુવાલી અને ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત કરાઈરાજ્યમાં તૌકતે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે તૌકતે વાવાઝોડું મુંબઈની નજીક પહોંચી ચુક્યું છે તો રાજ્યનું વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે, રાજ્યમાં સંભવિત અસર થનાર જિલ્લાઓ હાઈ એલર્ટ મોડ પર છે
તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે, સુરત મનપાએ તમામ અધિકારીઓની રજા રદ્દ કરી દીધી છે, પાવર કટના સંજોગોમાં પીવાના પાણીનો સંગ્રહ રાખવાની પણ સુચના આપી દેવામાં આવી છે, મહત્વનું છેતૌકતે વાવાઝોડાં સંભવિત આગાહીને લઈ સુરત મહાનગર પાલિકાએ પણ તૈયારી આરંભી દીધી છે
જેમાં શહેરમાં જાહેરાતોના મોટા હોડિંગ્સ ઉતારવાની શરૂ આત કરી દેવામાં આવી છે મનપાએ 400 થી વધુ હોડિંગ્સ ઉતારી લીધા છે, સુરતમાં તૌકતે વાવાઝોડાની ગંભીર અસર થવાની શક્યતા જોવાઈ રહી છે. જેને લઈ 80 થી 90 કિ.મીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા જોવાઈ રહી છે.
789810 564677Im not that much of a internet reader to be honest but your internet sites truly nice, maintain it up! Ill go ahead and bookmark your site to come back later. All the finest 786969