Uncategorized

ત્રીજી લહેરને લઈને નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સનું સરકાર સામે આપ્યું મોટું નિવેદન, જાણો

ભારત દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને હજુ ત્રીજી લહેરની આશંકા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફક્ત સરકાર જ નહીં, અદાલતો પણ ત્રીજી લહેરને લઈને ખુબ જ ચિંતિત છે.

નેશનલ કોવિડ ટાસ્કફોર્સના સભ્ય પ્રો. કે. શ્રીનાથ રેડ્ડીનું કહેવું છે કે ત્રીજી લહેરની સ્થિતિ જ ના સર્જાય, એના માટે સામાન્ય લોકો કોરોના એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરે અને સરકાર પણ એક વર્ષ સુધી દેશમાં તમામ મોટાં આયોજન પર રોક લગાવી દે. એમાં રેલી, ધાર્મિક આયોજનો જ નહીં, મોટી પાર્ટીઓ કે લગ્ન સમારંભો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવાય. આવું કરવાથી ના ફક્ત સંક્રમણની ગતિ ઘટશે.

ગયા અઠવાડિયે દેશમાં ત્રીજી લહેરને અનિવાર્ય કહેનારા મુખ્ય વિજ્ઞાન સલાહકાર કે. વિજયરાઘવનનું પણ કહેવું છે કે જો આપણે આકરાં પગલાં લઈશું તો શક્ય છે કે ત્રીજી લહેર દરેક સ્થળે ના આવે. એ પણ શક્ય છે કે ક્યાંય ના આવે. જોકે આપણે કોરોના ગાઈડલાઈન્સનું કેટલું પાલન કરીએ છીએ એના પર તે નિર્ભર છે.

અમેરિકા-બ્રિટન માને છે કે નવો ઈન્ડિયન વેરિયેન્ટ વેક્સિનથી બચી શકે છે
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથન માને છે કે કોરોનાના વેરિયેન્ટ બી.1.617ની ભારતમાં હાલની સ્થિતિમાં બહુ મોટી ભૂમિકા છે. એ ઈન્ડિયન વેરિયેન્ટ નામે પણ ઓળખાય છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પહેલીવાર ભારતમાં જોવા મળેલા આ વેરિયેન્ટને તેના સતત મ્યૂટેશનના કારણે ડબ્લ્યુએચઓએ ‘વેરિયેન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની શ્રેણીમાં રાખ્યો છે.

વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિનના વડા ડૉ. પ્રો. જુગલ કિશોરનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે ત્રીજી લહેરની આશંકા ચિંતાજનક છે. એકથી દોઢ મહિનામાં સંક્રમણની ગતિ પૂર્વોત્તર ભારત તરફ વધશે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં ફરી આવી સ્થિતિ નહીં સર્જાય. હાલ ગાઈડલાઈન્સનું પાલન જ બચવાનો ઉપાય છે.

39 Replies to “ત્રીજી લહેરને લઈને નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સનું સરકાર સામે આપ્યું મોટું નિવેદન, જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *