કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદએ યુનિક કામગીરી હાથ ધરી છે. સુરતના યોગીચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો સંગીતની ધૂન વધાડી ઉત્સાહ વધારી રહ્યો છે. માત્ર 13 વર્ષના ભવ્યએ નિરાશાની ગર્તામાં ધકેલાયેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ઝૂમતા કરી દીધા છે. અડાજણનો ભવ્યને ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કિટ પહેરી દર્દીઓનું મનોરંજન કરતા જોઈ ડોક્ટરોએ પણ ભવ્યને વધાવી લીધો છે.
ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ભવ્યના સંગીત પર દર્દીઓને ગરબે ઝૂમતા જોઈ જાણે બીમારી ક્યાં ગાયબ થઈ ગઈ હોય એવો દર્દીઓ અહેસાસ કરાવી રહ્યા છે. ઓક્ટોપેડ, તબલા અને ઝેમડેના તાલે સંગીત રેલાવી દર્દીઓને ઉર્જાવાન કરનાર ભવ્યને ભગવાને આપેલી સંગીતની વિરાસત કોરોના કાળમાં દર્દીઓ માટે કારગાર સાબિત થઈ છે.નન્હે ઉસ્તાદ ભવ્યએ ડોક્ટરની ભૂમિકા ભજવી ભવ્ય કામ કરી રહ્યો છે. દર્દીઓ એ જ નહીં પણ એમના સગા-સંબંધીઓએ પણ ભવ્યના કામને બિરદાવ્યુ છે.ભવ્યનું કહેવું છે કે, મ્યુઝિક-સંગીત થેરાપી અનેક બીમારીઓની દવા છે. પછી કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવા માટે હું એક મ્યુઝિશિયન તરીકે કંઈક કરી શકીશ તો એ મારું ભાગ્ય હશે. હું માત્ર એવી જ પ્રાથના કરી છું કે, માનસિક તણાવમાંથી આ તમામ દર્દીઓ બહાર આવે અને એમના પરિવાર જોડે રહેતા થાય એ આનંદ વિશ્વની સૌથી મોટી ગિફ્ટ છે.
Thank you for great article. -_- . Casino siteleri
721708 249697Hello super schner Webblog den ihr da habt. Bin gerade ber die Google Suche darber gestolpert. Gefllt mir echt super gut. macht weiter so. MFG Martina 994156