ઉત્તરાખંડમાં મંગળવારે ફરી વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ટીહરી જિલ્લાના દેવપ્રયાગની છે. અહીં સાંજે લગભગ 5 વાગે વાદળ ફાટવાને લીધે અનેક દુકાનોને નુકસાન થયું હતું. ત્રણ માળની ITIની ઈમારત પણ ધરાશયી થઈ ગઈ હતી. વાદળ ફાટવાથી સાંતા નદીમાં પૂર આવ્યું છે. નદીની આજુબાજુની 12-13 દુકાન પાણીમાં વહી ગઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે લોકડાઉનને લીધે દુકાનો બંધ હોવાથી જાનહાનિ થઈ નથી.
બીજી બાજુ DGP અશોક કુમારે કહ્યું છે કે ટિહરી સ્થિત દેવપ્રયાગ પોલીસ સ્ટેશનમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં 7-8 દુકાનો અને ITIની ઈમારતોને ભારે નુકસાન થયું છે. જોકે કોઈ જ જાનહાનિ થઈ નથી. SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મદદ પહોંચાડી રહી છે.
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું- અલકનંદા અને ભગીરથી નદીના સંગમ સ્થળ દેવપ્રયાગમાં કુદરતી આપદાની માહિતી મળી છે. ઉંચા પહાડ પર વાદળ ફાટવાને લીધે દેવપ્રયાગમાં અનેક દુકાનો અને રહેઠાણોને નુકસાન થયું છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી.
CMએ કહ્યું- જિલ્લા વહિવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને ઘટના સ્થળ પર પહોંચવા અને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક ધોરણે મદદ કરવા આદેશ આપ્યા છે. આપદાથી થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી આપવા કહેવામાં આવ્યું છે.
942094 456536Just wanna comment that you have a very nice internet web site , I adore the design it truly stands out. 401931
364647 264421Greetings! This is my very first comment here so I just wanted to give a quick shout out and let you know I genuinely enjoy reading through your blog posts. Can you recommend any other blogs/websites/forums that deal with the same topics? Thank you so considerably! 792349
201522 621582hi, your web site is truly great. I truly do appreciate your give good results 19063