સરકારે તમામ ઉંમરના લોકો માટે હવે કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દીધી છે. જેના પગલે વેક્સિનની અછત જોવા મળી રહી છે. જો કે આ બધા વચ્ચે હવે કેન્દ્ર સરકારે કોરોનાની વેક્સિન કવિશિલ્ડ ના બે ડોઝ વચ્ચેનો તફાવત 12 થી 16 અઠવાડિયા સુધી કરવાની જાહેરાત કરી છે.
હાલની સ્થિતિને આધારે કોવિડ -19 કાર્યકારી જૂથે કવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા સુધી વધારવાનું સૂચન કર્યું હતું. હાલ ભારતમાં હાલમાં રસીકરણ અભિયાન કોવેક્સિન અને કોવિશિલ્ડ નામની બે રસીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, સરકારે રશિયન રસી સ્પુટનિક-વી રસીના કટોકટી ઉપયોગને પણ મંજૂરી આપી દીધી છે.
આ પહેલા પણ કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો તફાવત 4 થી 6 અઠવાડિયાથી વધારીને 6 થી 8 અઠવાડિયા કરવામાં આવ્યો હતો. જ્યારે ભારત બાયોટેકે કોવેક્સિનના ડોઝના અંતરાલમાં કોઈ ફેરફારની ભલામણ કરી નથી તે પહેલાની જેમ જ છે, પ્રથમ ડોઝના 4 થી 6 અઠવાડિયા પછી બીજી ડોઝ આપવામાં આવશે.
દેશમાં કોરોનાના સતત ફેલાવા વચ્ચે આરોગ્ય મંત્રાલયે મોટી માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા મુજબ દેશના 18 રાજ્યોમાં કોરોના ચેપનો દર હજુ પણ 20 ટકાથી વધુ છે. તેમણે કહ્યું કે દેશમાં એવા 12 રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવને વેગ મળ્યો છે અને આ સમયગાળા દરમિયાન 17 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.