રાજકોટના સરધાર નજીક ઉમરાળી ગામમાં આહિર પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના કોરોનામાં અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના દેવરાજભાઈ ભાનુભાઈ હેરભાની પ્રેગનન્ટ દીકરી શીતલબેનને કોરોના થયો હતો. શીતલબેન બાળકને જન્મ આપ્યો અને ચાર દિવસ બાદ તેનું અવસાન થયું હતું. આથી 4 દિવસનો દિકરો માતા વિહોણો બન્યો છે. પૌત્રીના અવસાનથી આઘાતમાં સરી પડેલા દાદા ભાનુભાઈ ગોવિંદભાઈ હેરભાનું પણ નિધન થયું હતું. બાદમાં ભાનુભાઇના નાના દિકરા ભરતનું પણ કોરોનામાં મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
એક અઠવાડીયામાં દાદા-પૌત્રી અને બાદમાં ચાર-પાંચ દિવસમાં પુત્ર ભરતનું કોરોનાના કારણે અવસાન થતા પરિવારે થોડા જ દિવસમાં ત્રણ-ત્રણ સભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે. આમ એક જ પરિવારમાં ટૂંકાગાળામાં ત્રણ-ત્રણ સભ્યોના અવસાનથી નાના એવા ઉમરાળી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ગામમાં વસતા તમામ સમાજના લોકોમાં શોક છવાઈ ગયો છે.
જેના સમાચાર સોશિયલ મીડીયાના માધ્યમથી સરધાર પંથકના ગામડાઓમાં પ્રસરતા સમગ્ર સરધાર પંથકનો ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છે. હેરભા પરિવાર ઉપર આવી પડેલી કોરોનારૂપી આફતમાં કુદરત દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી લોકો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.
ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો
ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. અહીં શનિવારે વસંતબેનનું નિધન થયું હતું અને જિતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.
173349 278428I ran into this page accidentally, surprisingly, this is a terrific site. The web site owner has done a fantastic job writing/collecting articles to post, the information here is really insightful. You just secured yourself a guarenteed reader. 662739
916328 78406I usually cant find it in me to care enough to leaves a comment for articles on the internet but this was actually pretty good, thanks and maintain it up, Ill check back once more 514809
225386 243033Thank you for your extremely excellent information and feedback from you. car dealers in san jose 93121