ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકાર તાઉ-તે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે.
પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તાઉ-તે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની પણ માહિતી મેળવી હતી.ગુજરાત અને દીવમાં કરવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંની સમીક્ષા માટે અમદાવાદ ખાતે બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ રૂ. ૧,૦૦૦ કરોડની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તાત્કાલિક રાહત બાદ, રાજ્યમાં થતા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકાર એક આંતર-મંત્રાલયની ટીમ રાજ્યની મુલાકાત માટે આવશે. જેના આધારે વધુ સહાય આપવામાં આવશે
પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાના પુન : સ્થાપન અને નિર્માણ માટે તમામ શક્ય સહાયનો વિસ્તાર કરશે.તેમની મુલાકાત દરમિયાન તેમણે કોવિડ રોગચાળાને લગતી પરિસ્થિતિની પણ વિગતો મેળવી હતી. રાજ્યના વહીવટીતંત્રે વડા પ્રધાનને પ્રતિક્રિયાનાં પગલાંની જાણકારી આપતાં પીએમે કાર્યવાહી કરાય એ સુનિશ્ચિત કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.
વડા પ્રધાને ભારતના જુદા જુદા ભાગોમાં ચક્રવાતને કારણે સહન કરનારા પ્રતિ દુખ વ્યક્ત કર્યું હતું. ચક્રવાતમાં મોતને ભેટનારના પરિજનોને 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. આ સહાય કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ અને દાદરા નગર હવેલીને મળશે. આ સિવાય 50 હજારની સહાય ગંભીર ઈજાગ્રસ્તોને પણ અપાશે. ડિઝાસ્ટર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ તૌક્તે વાવાઝોડાના પરિણામે રાજ્યમાં અંદાજે 3000 કરોડનું નુકશાન થયું છે. જેમાં પાવર સેકટરમાં 1400 કરોડ, ખેતીવાડીમાં 1200 કરોડ, રોડ બિલ્ડીગ ક્ષેત્રે ૫૦ કરોડ અન્ય ક્ષેત્રે અંદાજે ૩૫૦ કરોડના નુકશાનનો અંદાજ છે
657985 2606I would like to see more posts like this!.. Fantastic weblog btw! reis Subscribed.. 878835
497431 452036Very instructive and excellent bodily structure of subject matter, now thats user pleasant (:. 572204
211092 317385Hi, Neat post. Theres a issue along along with your internet site in web explorer, could test this IE nonetheless is the marketplace leader and a good portion of folks will omit your excellent writing because of this issue. 678671