Uncategorized

વિજય રૂપાણી નો લોકડાઉન અને નાઈટ કરફ્યુ ને લઇ ને મોટો નિર્ણય ,આટલી છૂટછાટ આપવામાં આવી

વિજય રૂપાણી નો લોકડાઉન અને નાઈટ કરફ્યુ ને લઇ ને મોટો નિર્ણય, લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. આવતીકાલથી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. આ આંશિક લોકડાઉન 27 મે સુધી લગાવવામાં આવ્યું છે.

જે બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે.પીપાવાવ ખાતે આ અંગેની જાહેરાત કરાઈ હતી. જો કે, 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ રહેશે.ગુજરાત સરકારે કરેલી જાહેરાતમાં નવો ફેરફાર તમામ પ્રકારના ધંધાદારો અને વેપારીઓને લઈ કરાયો છે. જેમાં અત્યાર સુધી માત્ર કરિયાણા અને ડેરી અને ખાણીપીણીનો વેપાર ખુલ્લો રાખવાની છૂટ હતી.

જો કે, હોટલમાં બેસીને જમી શકાશે નહીં. પાર્સલ સુવિધા ચાલુ રહેશે. નવી ગાઈડલાઈનમાં છૂટછાટની સાથે સમય પણ જાહેર કરાયો છે. જે વેપાર ધંધાને છૂટ આપવામાં આવી તે સવારના 9થી 3 વાગ્યા સુધી ખુલ્લુ રાખી શકશે.

જો કે, ટ્યુશન ક્લાસિસ અને શાળાઓ વિશે કોઈ છૂટછાટ સામે આવી નથી.પાનના ગલ્લા,ચાની કિટલી,હેર સલૂન,હાર્ડવેરની દુકાનો,ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો,રેડીમેડ કપડાની દુકાનો,વાસણની દુકાનો,મોબાઇલની દુકાનો,હોલસેલ માર્કેટ,પંચરની દુકાન,ગેરેજ ખુલ્લા રહેશે .

2 Replies to “વિજય રૂપાણી નો લોકડાઉન અને નાઈટ કરફ્યુ ને લઇ ને મોટો નિર્ણય ,આટલી છૂટછાટ આપવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *