Uncategorized

ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે ચોમાસુ, હવામાન વિભાગે કરી આગાહી

ભારતીય હવામાન વિભાગે ખેડૂતો માટે ખુશ ખબર આપ્યા છે. હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું પણ પૂર્વાનુમાન કર્યું છે.

હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું અંદામાન નિકોબારમાં શુક્રવારની સવારે આવી પહોંચ્યું છે. અંદામાન નિકોબારમાં રવિવાર સુધી હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં. તેમણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે.

હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે.

ત્રણ વર્ષમાં પહેલીવાર વરસાદ સામાન્ય રહેવાની શક્યતાIMDએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

​​​​​​​​​​​​​​​​​​​​​મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી માધવન રાજીવને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. તેઓ તેમના લોંગ ટર્મ એવરેજના 98 ટકા બરાબર રહી શકે છે અથવા 5 ટકા ઉપર નીચે રહેવાની શક્યતા છે.

37 Replies to “ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે ચોમાસુ, હવામાન વિભાગે કરી આગાહી

  1. 558594 437525This internet site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will definitely discover it. 469110

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *