Uncategorized

CM રૂપાણીનો મોટો નિર્ણય, ગુજરાતના આ પાંચ શહેરો દુબઈ-સિંગાપુર માં ફેરવાશે-જાણો વિગતે

CM વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી આપી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.

એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનીક સ્ટ્રકચર બાંધી શકશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોના મહામારીના સંક્રમણની વિકટ સ્થિતી તથા તાઉતે જેવા વિનાશકારી વાવાઝોડાની પરિસ્થિતીના સફળતાપૂર્વક મુકાબલા માટે સમગ્ર તંત્રનું માર્ગદર્શન કરતા રહ્યાં છે.

મુખ્યમંત્રીએ ટોલ-હાઇરાઇઝડ ઇમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની શૃંખલામાં એક નવી સિદ્ધિ ઉમેરી છે. એટલું જ નહિ, વિજયભાઇ રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ ત્રણ ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે.

104 Replies to “CM રૂપાણીનો મોટો નિર્ણય, ગુજરાતના આ પાંચ શહેરો દુબઈ-સિંગાપુર માં ફેરવાશે-જાણો વિગતે

  1. Pingback: 3scheduled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *