ધ્રાંગધ્રા પાસેના ધ્રુમઠ હાઈવે પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર તેલનાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં તેલ ભરેલું ટેન્કરે પલ્ટી મારી હતી. આ અકસ્માતની ઘટના બાદ ટેન્કરમાંથી તેલ લીકેજ થતાં તેલ લેવા માટે આજુબાજુના લોકોએ પડાપડી કરી હતી. તેલનો ભાવ હાલ આસમાને છે ત્યારે રસ્તા પર ઢોળાયેલું તેલ ભરવા માટે લોકોને તેલ ભરવા માટે જે પાત્ર મળ્યું તે લઈને તેલ ભરતા જોવા મળ્યા હતા.
આજે ધ્રાંગધ્રા પાસેના ધ્રુમઠ હાઈવે પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર તેલનાં ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં તેલ ભરેલું ટેન્કરે પલ્ટી મારી હતી. ટેન્કર હાઈવે પર પલ્ટી ખાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અને કલાકો સુધી જામ રહેતા અકસ્માતની બંને બાજુ વાહનોની ખુબ લાંબી કતારો લાગી ગઇ હતી.
આ અકસ્માતની ઘટના બાદ ટેન્કરમાથી તેલ લીકેજ થતાં તેલ લેવાં માટે આજુબાજુના લોકોએ પડાપડી કરી હતી. તેલનો ભાવ આસમાને છે. ત્યારે સ્થાનિકોએ જે વાસણ મળ્યું તે લઈને તેલ લેવા આવી પહોંચ્યા હતા.. ટેન્કર હાઈવે પર પલ્ટી ખાતા કલાકો સુધી ટ્રાફીક જામ થયો હતો. હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતા પોલીસ ઘટના સ્થળે પોલીસ પહોંચી હાઈવે પુન: કાર્યરત કર્યો હતો.
217524 489390Immigration […]the time to read or check out the content material or web sites we have linked to below the[…] 480154