Uncategorized

વાવાઝોડાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો હશે તો વધુમાં વધુ મળશે આટલી સહાય

ગુજરાત પર તાજેતરમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી. કાયમી નાશ પામેલા બાગાયતી પાકો માટે રૂ.1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્ષ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.

ખાલી પાક ખર્યો હશે તો પ્રતિ હેક્ટર રૂ.30,હજારની મદદ રાજ્ય સરકાર કરશે. એટલે કે બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે, તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે.

બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. 33 ટકાથી વધુ નુકસાન પામેલા ઉનાળુ પાકો માટે રૂ. 20 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

125 Replies to “વાવાઝોડાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો હશે તો વધુમાં વધુ મળશે આટલી સહાય

  1. Great work! This is the type of info that should be shared around the internet. Shame on the search engines for not positioning this post higher! Come on over and visit my site . Thanks =)

  2. Thank you, I have just been searching for info about this subject for ages and yours is the best I have discovered so far. But, what about the conclusion? Are you sure about the source?

  3. Pingback: 1alexandra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *