અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આખરે ગુરુવારે આગામી ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. ટીમની જાહેરાતની થોડીવાર બાદ રાશિદ ખાને કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદથી તમામની નજર દેશના ક્રિકેટ બોર્ડ પર હતી. આવી સ્થિતિમાં આખરે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે આગામી ટી 20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી. સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનને ટીમની કમાન સોંપવામાં આવી હતી જ્યારે મોહમ્મદ શહજાદ પરત ફર્યો હતો.
જોકે ટીમની જાહેરાતની થોડીવાર બાદ રાશિદ ખાને કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. રાશિદે ટ્વિટર પર બોર્ડ પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે કેપ્ટન હોવા છતાં તેને ટીમની પસંદગીની ચર્ચામાં સામેલ કરવામાં આવ્યો ન હતો અને તેની સાથે વાત કર્યા વગર જ ટીમ જાહેર કરવામાં આવી હતી.
રાશિદે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘કેપ્ટન અને એક જવાબદાર નાગરિક તરીકે, મને ટીમની પસંદગીમાં સામેલ થવાનો આ અધિકાર છે. પરંતુ પસંદગી સમિતિ અને એસીબીએ મારી સાથે કોઈ ચર્ચા કર્યા વગર ટીમ જાહેર કરી છે. આથી જ મેં ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે.
🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0
— Rashid Khan (@rashidkhan_19) September 9, 2021
જણાવી દઈએ કે આગામી મહિનાથી યુએઈ અને ઓમાનમાં શરૂ થઈ રહેલા ટી 20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે.
318807 82157Thanks for all your efforts that you have put in this. quite intriguing data. 524455
793646 791880Quite informative post. Your current Site style is awesome as nicely! 870090
644265 515380I like this web site very a lot, Its a truly good situation to read and get information . 352539
290499 615622 You ought to take part in a contest for one of the very best blogs on the web. I will recommend this internet site! 855871
177282 191345if this post was likened to a flavor of yogurt, what flavor would it be? Banana, I believe. 992577