Uncategorized

વાવાઝોડાને લીધે 9 હજાર જેટલા અસરગ્રસ્ત ગામોમાં આટલા દિવસમાં શરૂ થશે લાઈટ-પાણીની સુવિધા-વિજય રૂપાણી

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં ઘણી જગ્યાઓ પર ભારે નુકસાન થયું છે. ત્યારે CM રૂપાણીએ વાવાઝોડા અસગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ CM રૂપાણીએ કહ્યું કે ઉનામાં આવવા જવાના રસ્તા ખુલ્લા થઇ ગયા છે. એક સપ્તાહમાં લાઈટ, પાણી સહિતની સુવિધાઓ પૂર્વવત થશે.

શનિવાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં વીજ પુરવઠો પૂર્વરત થશે. 15 હજાર જેટલા કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામે લાગી ગયા છે. આ સાથે જ CM વિજય રૂપાણીએ કહ્યું કે, ઊનાના ગામોમાં કાચા મકાનો ધરાશાયી થયા છે. અને ખેતીવાડીને પણ નુકસાન થયું છે. આજથી નુકસાનીના સર્વેનું કામ ચાલુ થયું છે. તેમજ વધુમાં કહ્યું કે ઉના શહેર અને આસપાસના વિસ્તારમાં ઝડપી સફાઇ થશે. સફાઇ કામગીરી માટે મનપામાંથી ટીમો આવશે.

ગુજરાતમાં લોકડાઉનને લઈને પણ સરકારે મોટો નિર્ણય કર્યો છે. આવતીકાલથી આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે. સાથે લારી-ગલ્લા અને દુકાનદારો માટે રાહતના સમાચાર પણ આવ્યા છે. આજ થી લાગેલા આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. આ આંશિક લોકડાઉન 27 મે સુધી લગાવવામાં આવ્યું છે. જે બાદ નવા નિયમ પરિસ્થિતિ અનુસાર જાહેર કરાશે.પીપાવાવ ખાતે આ અંગેની જાહેરાત કરાઈ હતી. જો કે, 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ રહેશે.

ગુજરાત સરકારે કરેલી જાહેરાતમાં નવો ફેરફાર તમામ પ્રકારના ધંધાદારો અને વેપારીઓને લઈ કરાયો છે. જેમાં અત્યાર સુધી માત્ર કરિયાણા અને ડેરી અને ખાણીપીણીનો વેપાર ખુલ્લો રાખવાની છૂટ હતી. જો કે, હોટલમાં બેસીને જમી શકાશે નહીં. પાર્સલ સુવિધા ચાલુ રહેશે. નવી ગાઈડલાઈનમાં છૂટછાટની સાથે સમય પણ જાહેર કરાયો છે. જે વેપાર ધંધાને છૂટ આપવામાં આવી તે સવારના 9થી 3 વાગ્યા સુધી ખુલ્લુ રાખી શકશે. જો કે, ટ્યુશન ક્લાસિસ અને શાળાઓ વિશે કોઈ છૂટછાટ સામે આવી નથી.

9 Replies to “વાવાઝોડાને લીધે 9 હજાર જેટલા અસરગ્રસ્ત ગામોમાં આટલા દિવસમાં શરૂ થશે લાઈટ-પાણીની સુવિધા-વિજય રૂપાણી

  1. Narkotik ve Psikotropik Kontrol Yasası (ki 薬 及 び 向 精神 薬 取締 法Mayaki oyobi kousei shin’yaku torishimari hou) 1953 yılında Japonya’da narkotik
    ve psikotrop ilaçların çoğunu kontrol etmek için çıkarılan bir yasadır.
    Japonya’da uyuşturucuları düzenlemek için dört ayrı yasa
    var. Esrar, biri uyarıcı ve biri afyon için bir tane var.
    Tüm ilaçların geri.

  2. 562022 128807Fairly uncommon. Is likely to appreciate it for men and women who contain community forums or anything, internet website theme . a tones way for the client to communicate. Exceptional job.. 403946

  3. 32469 436814hey there i stumbled upon your site searching around the web. I wanted to let you know I enjoy the appear of points about here. Maintain it up will bookmark for positive. 414159

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *