News

હવામાન વિભાગે કરી આગાહી, આ દિવસે ભુક્કા કાઢશે વરસાદ, અંબાલાલ પણ બોલ્યા

રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કરાયું છે.

આ વર્ષે દેશના 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થઇ જશે જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.

આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સ કરી એ માહિતી આપી હતી. આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે.

હવામાન વિભાગના આગાહી અનુસાર આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો એવો વરસાદ રહેશે. આ સાથે જ હવામાન વિભાગે આગામી થોડાક દિવસ ગરમી જોવા મળશે. પરંતુ ત્યારબાદ વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમા હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં તોફાની પવન ફૂંકાતા દરિયો ગાંડોતૂર બન્યો છે. ઉપરાંત માછીમારોને આગામી બે દિવસ સુધી દરીયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 10 જૂન આસપાસ છુટો છવાયો વરસાદ શરૂ થઈ જશે એવું અનુમાન લગાવ્યું છે.

17 Replies to “હવામાન વિભાગે કરી આગાહી, આ દિવસે ભુક્કા કાઢશે વરસાદ, અંબાલાલ પણ બોલ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *