News

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી – આ વિસ્તારોમાં વરસાદ સાથે વીજળી પડશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 1 જૂન થી 4 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 2 જૂન પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, સુરત, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર

અને 3 જૂન છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર અને અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હાલ દક્ષીણ પશ્ચિમ ચોમાસું પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. જેથી હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી યેલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20 કરતા વધુ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જેથી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતના જુદા જુદા પંથકમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યારે આ વરસાદની માઠી અસર ખેડૂતો પર પડી શકે છે જેથી જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે.

15 Replies to “હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી – આ વિસ્તારોમાં વરસાદ સાથે વીજળી પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *