News

નાગપુરમાં ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે હોટલમાં ચાલતું હતું દેહ વેપારનું રેકેટ,2 યુવતીઓની ધરપકડ,જુઓ

મહારાષ્ટ્રમાં નાગપુર પોલીસના સામાજિક સુરક્ષા વિભાગે એક દેહ વેપાર ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસકર્મીઓ ખુદ ગ્રાહક બનીને હોટલની અંદર પહોંચ્યા હતા. પોશ વિસ્તારની જાણીતી હોટલમાંથી આ દેહ વેપાર નું રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવતું હતું.

પોલીસે ઉઝબેકિસ્તાનની બે મહિલાઓ સાથે ભારતીય એજન્ટની ધરપકડ કરી છે. પોલીસે મહિલાઓ પાસેથી બે નકલી આધાર કાર્ડ પણ જપ્ત કર્યા છે. આરોપી એજન્ટની ઓળખ જરીપટકાના રહેવાસી 32 વર્ષીય મનોજ ગણેશાની તરીકે થઈ છે.

આ સોદો એક ગ્રાહક અને દલાલ મનોજ ગણેસાણી વચ્ચે થયો હતો. આ પછી મનોજે ઉઝબેકિસ્તાનની બે યુવતીઓની ઓળખાણ કરાવી. ગ્રાહકનો સંકેત મળતાં જ પોલીસની ટીમ હોટલમાં ઘૂસી ગઈ અને રેકેટનો પર્દાફાશ કર્યો.

યુવતીઓની બેગની તલાશી લેતા બે નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા. મહિલા છેલ્લા એક સપ્તાહથી નાગપુરમાં રહેતી હતી. સદર પોલીસે પાસપોર્ટ એક્ટની સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 468, 417(1) હેઠળ ગુનો નોંધ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસના સોશિયલ સિક્યોરિટી સ્કવોડના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર શુભાંગી દેશમુખે જણાવ્યું કે, “મંગળવારે સાંજે સદર સ્થિત એક જાણીતી હોટલમાં ઈન્ટરનેશનલ દેહ વેપાર ના રેકેટ ચલાવવાની ગુપ્ત માહિતી મળી હતી. આ દરમિયાન એક ગ્રાહકને હોટલમાં મોકલીને દરોડો પાડવામાં આવ્યો હતો.”

3 Replies to “નાગપુરમાં ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે હોટલમાં ચાલતું હતું દેહ વેપારનું રેકેટ,2 યુવતીઓની ધરપકડ,જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *