News

હવે કેરી અને ટામેટાને મોંઘવારીની અસર, આકરી ગરમીના કારણે 80 ટકા પાકને નુકસાન

આ વર્ષે દેશમાં કાળઝાળ ગરમીના કારણે ટામેટાં અને કેરીના ઉત્પાદન પર માઠી અસર પડી છે. દેશના ઘણા ભાગોમાં કેરીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે તો કેટલીક જગ્યાએ ટામેટાંના ભાવ પણ 100-120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

કેરીના સૌથી મોટા ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં ઘણા વર્ષો પછી સૌથી ઓછી ઉપજ છે. અહીં ગરમીના કારણે 80 ટકાથી વધુ પાકને નુકસાન થયું છે. ભારતના કુલ કેરી ઉત્પાદનમાં યુપીનો હિસ્સો 23.47 ટકા છે. એક તરફ સ્થાનિક ભાવમાં વધારો થયો છે તો બીજી તરફ ઓછા ઉત્પાદનને કારણે ભારતની નિકાસને પણ અસર થવાની ધારણા છે.

ગરમી અને જંતુઓએ પાકને બરબાદ કર્યો: આ વર્ષે કાળઝાળ ગરમીને કારણે કેરી અને ટામેટાંના ઉત્પાદન પર ખરાબ અસર પડી છે. વેજીટેબલ ગ્રોવર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ શ્રીરામ ગડવેના જણાવ્યા અનુસાર ગરમીના કારણે ટામેટાંના ફૂલો સુકાઈ ગયા છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વાતાવરણમાં બદલાવના કારણે ટામેટાના પાક પર જીવાતોનો હુમલો પણ વધ્યો છે. ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, જે વિસ્તારમાં પહેલા 10 ટન ટામેટાંનું ઉત્પાદન થતું હતું તે હવે માત્ર 3 ટનનું ઉત્પાદન કરી રહ્યું છે.

ખેડૂતોને મોટું નુકસાન: રિપોર્ટ અનુસાર કેરીના ફૂલો પર પણ ગરમીની અસર આવી જ જોવા મળી છે. મેંગો ગ્રોવર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ એસ ઈન્સરામ અલીએ જણાવ્યું હતું કે કેરી 27 ડિગ્રી સેલ્સિયસ પર શ્રેષ્ઠ રીતે ઉગે છે અને આ વર્ષની શરૂઆતમાં જ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. “આના કારણે (ઉત્પાદનમાં ઘટાડો), ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડશે,” તેમણે કહ્યું.

નવો પાક ન આવે ત્યાં સુધી રાહત નહીં મળે: ગડવેના મતે ટામેટાના ભાવ જુલાઈ સુધી ઘટે તેવું લાગતું નથી. આ ઉપરાંત જ્યાં સુધી નવો પાક નહીં આવે ત્યાં સુધી આ વર્ષે કેરીના ભાવ ઘટે તેવી શક્યતા નથી. બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડાથી UAE, ઓમાન, કતાર અને કુવૈત જેવા દેશોમાં કેરીની નિકાસ પર પણ અસર પડી છે. અગાઉ દક્ષિણ પંજાબમાં પણ ગરમીના કારણે કેરીના ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આંધ્રપ્રદેશમાં પણ કેરીના પાકને નુકસાન થયું છે.

2 Replies to “હવે કેરી અને ટામેટાને મોંઘવારીની અસર, આકરી ગરમીના કારણે 80 ટકા પાકને નુકસાન

  1. Beyaz tenli olan yuvarlak büyük kalçaları olan seksi kadın zenci biriyle
    beraberlik yaşıyor. Hemen onun önünde çıplak kalan kadın tüm kalçalarını tüm
    güzelliği ile gözler önüne seriyor. Onunla birlikte olmak
    için çabalayan zenci adam kadının kalçaları arasından penisi sürtükten sonra hızlıca kadını sikiyor.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *