Gujarat News

સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા પર રીક્ષા ચાલક નો હુમલો,ઇજા થતા હોસ્પિટલ લઈ જવાયો,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે આ વર્ષ ગુજરાત માટે ચૂંટણી નું વર્ષ છે.ત્યારે આજે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ ના મુખ્ય કન્વીનર એવા અલ્પેશ કથીરિયા પર એક રીક્ષા ચાલકે જીવલેણ હુમલો કર્યો છે.

મળતી માહિતી મુજબ,સુરતમાં આજે સવારે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ ખાતે તેમના નજીકના વ્યક્તિની ખબર અંતર પૂછવા માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા તે સમયે રિક્ષાચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતા રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના ફટકાના ત્રણ ઘા માર્યા હતા. ત્યારબાદ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળું રિક્ષાચલકને પકડવા દોડ્યું પણ રિક્ષાચાલક ભાગી ગયો હતો.ત્યાં હાજર કેટલાક લોકોએ વીડિયો બનાવી લીધો હતો અને વાયરલ પણ કર્યો છે.

સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા. અલ્પેશ કથીરિયા બાઈક પર સવાર હતા અને તેની આગળ રીક્ષાચાલક રિક્ષા ચલાવી રહ્યો હતો. બેફામ રીતે રીક્ષા ચાલતતા રિક્ષાચાલકને અલ્પેશ કથેરીયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે રિક્ષા ચલાવ.

રિક્ષાચાલકે કહ્યું કે ઉભો રહે એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી અલ્પેશ કથીરિયાને ત્રણ ઘા માર્યા હતા. જેને લઈને અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ હતી.પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતા ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. અલ્પેશ કથીરિયાને ઈજા થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

2 Replies to “સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા પર રીક્ષા ચાલક નો હુમલો,ઇજા થતા હોસ્પિટલ લઈ જવાયો,જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *