Uncategorized

બ્લેક કરતા વાઇટ ફંગસ વધારે ઘાતક ડોકટરે કહ્યું કે આનાથી બચવા …..

બિહારનાં પટનામાં કોરોના, બ્લેક ફંગસ (મ્યુકરમાઈકોસિસ)ની સાથે હવે એક નવા સંક્રમિત રોગે પગપેસારો કર્યો છે. પટનામાં આ રોગથી સંક્રમિત 4 દર્દીઓ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. ‘વ્હાઈટ ફંગસ’નો આ રોગ બ્લેક ફંગસ કરતા પણ વધુ ઘાતક અને ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવો છે. વ્હાઇટ ફંગસનો રોગ દર્દીનાં શરીરનાં વિવિધ અંગો જેવા કે- ફેફસાં, ચામડી, નખ, મોઢાની અંદરનો ભાગ, પેટ, આંતરડાં, કિડની, ગુપ્તાંગ અને મગજને પણ સંક્રમિત કરે છે.

PMHCમાં માઈક્રોબાયોલોજી વિભાગનાં હેડ ડૉ. એસએન સિંહનાં જણાવ્યા અનુસાર, અત્યારસુધી એવા 4 દર્દીઓ મળી આવ્યા હતા જેમાં કોવિડ-19નાં લક્ષણો જણાઈ રહ્યા હતા, પરંતુ આની વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે તેઓ ‘વ્હાઈટ ફંગસ’નાં રોગથી સંક્રમિત થઈ ચૂક્યા છે. દર્દીઓનાં કોરોનાનાં એન્ટિજન, રેપિડ એન્ટિબોડી અને RT-PCR જેવા તમામ ટેસ્ટ નેગેટિવ હતા.

આ દર્દીઓને વાઈરસ ફંગલ દવાઓનો કોર્સ કરવ્યા બાદ તેઓ સાજા થઈ ગયા હતા. આ દર્દીઓમાં એક પટનાનાં ચર્ચિત સર્જન પણ સામેલ છે, જેને કોરોના વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. વધુ સારવાર અને ટેસ્ટ કરતાં સામે આવ્યું હતું કે તેઓ વ્હાઈટ ફંગસથી પિડાઈ રહ્યા છે. એન્ટી ફંગલ દવાઓનો કોર્સ કરાવ્યા પછી એમનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ થઈ ગયું હતું.

વ્હાઈટ ફંગસ દ્વારા જે ફેફસાંમાં સંક્રમણ ફેલાય છે, તે પણ કોરોના મહામારીનાં સક્રમણ જેવું જ દેખાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીઓનાં રેપિડ ટેસ્ટ અને RT-PCR પણ નેગેટિવ હોય છે. એચઆરસીટીમાં કોરોના જેવા લક્ષણો (ધબ્બાઓ)ની હાજરીમાં, રેપિડ એન્ટિબોડી પરીક્ષણ કરાવવું જોઈએ. ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓનાં ફેફસાં પણ વ્હાઈટ ફંગસ રોગથી સંક્રમિત થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિની ઊણપથી સંક્રમણ ફેલાય
બેલ્ક ફંગસ જેવી રીતે સંક્રમણ ફેલાવે છે, તેવીજ રીતે વ્હાઈટ ફંગસ પણ માનવ શરીર પર હુમલો કરે છે. કોઈપણ વ્યક્તિની રોગપ્રતિકારક ઓછી હોય અથવા તો તે ડાયાબિટીસ, એન્ટિબાયોટિક તથા સ્ટેરોઇડનું સેવન કરતી હોય તો આ રોગથી સંક્રમિત થઈ શકે છે. મોટાભાગે કેન્સર પીડિત દર્દીઓને આનું જોખમ વધારે રહ્યું છે.

નવજાત શિશુ પણ આ રોગથી સંક્રમિત થઈ શકે છે. તેમાં ડાયપર કેન્ડિડોસિસનાં રૂપમાં આ લક્ષણ દેખાય છે. બાળકોમાં આ સફેદ ધબ્બાની જેમ દેખાય છે અને તે ઓરલ થ્રસ્ટ કરે છે. તે મહિલામાં લ્યૂકોરિયાનું મુખ્ય કારણ છે.બુધવારે પટનામાં બ્લેક ફંગસનાં 19 દર્દીઓ સામે આવ્યા હતા. એમ્સમાં 8, IGIMSમાં 9 દર્દીઓ દાખલ કરાયા છે. IGIMSમાં બુધવારે 2 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. અહીંયા અત્યારસુધી 7 દર્દીઓની સર્જરી થઈ ચૂકી છે, જ્યારે 5ની બાકી છે.

આવી સ્થિતિમાં દર્દીઓનાં વેન્ટિલેટર અને ઓક્સિજનની પાઈપ જંતુ રહિત હોવી જોઇએ. ઓક્સિજન સિલિન્ડક હ્યૂમિડિફાયરમાં સ્ટેરિલાઈઝ વોટરનો પ્રયોગ કરવો જોઈએ. જે ઓક્સિજન દર્દીનાં ફેફસાંમાં પહોંચે છે, તે જંતુ રહિત હોવો જોઈએ. આવા દર્દીઓનાં તમામ કોરોના ટેસ્ટ નેગેટિવ હોય અને HRCTમાં કોરોના જેવા લક્ષણો હોવા જોઈએ. દર્દીઓનાં રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરાવીની એમની લાળનો પણ મેડિકલ ટેસ્ટ કરાવવો જોઈએ.

5 Replies to “બ્લેક કરતા વાઇટ ફંગસ વધારે ઘાતક ડોકટરે કહ્યું કે આનાથી બચવા …..

  1. 240826 289325Find out these pointers read on and learn to know how to submit an application performing this that you policy your corporation today. alertpay 106978

  2. 433334 299097Hello. fantastic job. I did not imagine this. This is a impressive story. Thanks! You produced certain fine points there. I did a search on the topic matter and located the majority of folks will have exactly the same opinion along with your blog. 117054

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *